મોરબીના રવાપર ગામ નજીક બોની પાર્કમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ રાત્રિના સમયે પોતાના ઘરે રૂમમાં અગમ્ય કારણોસર પંખાના હુકમ ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર ગામના બોની પાર્કમાં ધનજીભાઈ શેરસીયાના મકાનના રહેતી દિશાબેન નરેશભાઈ વીંઝુડા ઉવ.૨૧ એ ગત તા.૩૦ સપ્ટેમ્બરની રાત્રે ઘરે રૂમમાં અગમ્ય કારણોસર ચુંદડી વડે પંખાના હુક સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.






