વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતી ૩૦ વર્ષીય નિલમબા ઝાલાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા નિલમબા નિર્મળસિંહ ઝાલા ઉવ.૩૦એ ગઈકાલ તા. ૨ ઓક્ટોબરના રોજ પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના ૬ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. હાલ પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






