મોરબીની લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમિલના વે-બ્રિજ પર ટ્રક પરથી નીચે ઉતરતી વખતે પગ લપસ્તા નીચે પડી ગયેલ ક્લીનરનું સારવાર દરમિયાન લખનઉ(યુપી) ખાતે મોત નીપજ્યું હતું
મોરબી તાલુકાના લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમિલના કમ્પાઉન્ડમાં વે-બ્રિજ પર ટ્રક ઊભો રાખવામાં આવ્યો હતો ત્યારે ક્લીનર મોહમદઆલમ મકસુદ જૈતાપુર બલરામપુર ગૌરા ચૌરાહા વાળો ટ્રક પરથી નીચે ઉતરતી વખતે અકસ્માતે પગ લપસી જતા નીચે પટકાયા હતા. જેથી તેમને માથા તથા ડાબા હાથમાં ગંભીર ઇજા થતાં પ્રથમ મોરબીના રફાળેશ્વર ખાતે એપેક્ષ હોસ્પિટલમાં અને ત્યારબાદ લખનઉની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ગત તા. ૧ સપ્ટેમ્બરે સારવાર દરમિયાન તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






