મોરબીના કંડલા બાયપાસ પાસે પાપાજી ફન વર્લ્ડ પાછળ આવેલા આનંદનગરના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૩૬,૯૦૦/- સહિત ગંજીપત્તાં, બોક્સ અને ટોકન કબજે કરવામાં આવ્યાં હતાં.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આનંદનગર વિસ્તારમાં પ્રફુલભાઈ ઉર્ફે ભુપતભાઇ પંડ્યાના રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પાડવામાં આવેલ દરોડામાં તીનપત્તિનો જુગાર રમતા પ્રફુલભાઈ ઉર્ફે ભુપતભાઈ વિજયશંકરભાઈ પંડ્યા ઉવ.૬૮ રહે.આનંદનગર પાપાજી ફન વર્લ્ડ પાછળ કંડલા બાયપાસ મોરબી સહિત ભરતસિંહ મદારસિંહ પરમાર રહે. નવલખી રોડ કુબેરનગર રામનગર મોરબી, રફીકભાઈ હાસમભાઈ કાશમાણી રહે.વીસીપરા ફૂલછાબ કોલોની મોરબી, કલ્પેશભાઈ ધીરજલાલ બરાસરા રહે.ઉમિયા પાર્ક વાવડી રોડ, મોરબી અને કમલેશભાઈ ઉર્ફે મુનાભાઈ મોતીભાઈ મેવાડા રહે. સૂર્યકીર્તિનગર-૨ મોરબી વાળાની અટકાયત કરી હતી.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩૬,૯૦૦/-, ગંજીપત્તાંનાં ૧૨ બોક્સ અને ૪૦૦,૩૦૦,૨૦૦,૧૦૦,૫૦ લખેલા ૫૪ ટોકન કબજે કર્યા હતા. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે પાંચેય શખ્સો સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






