Tuesday, October 27, 2026
HomeGujaratટંકારાના સજનપર ગામે પાડોશી પરિવારો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારાના સજનપર ગામે પાડોશી પરિવારો વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ

જૂના પારિવારિક મનદુઃખમાં લાકડાના ધોકાથી હુમલામાં બંને પક્ષના લોકોને ઈજા.

- Advertisement -
- Advertisement -

ટંકારાના સજનપર(ઘુનડા) ગામે જૂના પારિવારિક ઝઘડાનો ખાર રાખી પાડોશમાં રહેતા બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. માતાજીના માંડવા પ્રસંગે આશરે એક વર્ષ પહેલાં થયેલા વિવાદને લઈને ગઈ તા.૨૩ ઓક્ટોબરના રોજ બોલાચાલી ઉગ્ર બની હતી. બંને પક્ષે એકબીજા પર ગાળો આપી રસોઈ બનાવવાના લાકડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જેમાં એક પક્ષના મનીષભાઈ જાદવના પિતા માવજીભાઈને માથામાં ઈજા થઈ હતી, જ્યારે બીજા પક્ષના જેરામભાઈ જાદવને પણ માથામાં ઈજા થતાં ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે ટંકારા પોલીસમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.

પ્રથમ ફરિયાદમાં સજનપર(ઘુનડા) ગામે રહેતા મનીષભાઈ માવજીભાઈ જાદવ દ્વારા આરોપીઓ કિશોરભાઈ મગનભાઈ જાદવ, જેરામભાઈ મગનભાઈ જાદવ, રમેશભાઈ મગનભાઈ જાદવ અને ગીતાબેન રમેશભાઈ જાદવ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, પાડોશી કિશોરભાઈ મગનભાઈ જાદવે ધમકી આપી ગાળો બોલ્યા બાદ તેમના ભાઈઓ જેરામભાઈ અને રમેશભાઈ સાથે આવી ઝઘડો કરી લાકડાથી હુમલો થતાં માવજીભાઈને માથામાં, મનીષભાઈ અને કાજલબેનને પગમાં તથા જસીબેનને કમરના ભાગે ઈજા થઈ હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે ફરિયાદી જેરામભાઈ મગનભાઈ જાદવે આરોપીઓ રાહુલભાઈ માવજીભાઈ જાદવ, હંસાબેન માવજીભાઈ જાદવ, કિશોરભાઈ માવજીભાઈ જાદવ, માવજીભાઈ દલાભાઈ જાદવ અને ખેંગારભાઈ માવજીભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, આરોપી રાહુલભાઈ માવજીભાઈ જાદવ અને તેમના પરિવારના સભ્યો સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં રાહુલભાઈ અને કિશોરભાઈએ રસોઈ બનાવવાના લાકડાથી તેમના માથા પર હુમલો કર્યો હતો, જ્યારે અન્ય લોકોએ ઝઘડો કરી ગાળો આપી હતી. આ બનાવમાં જેરામભાઈને માથામાં ઈજા થતાં મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. હાંસલ ટંકારા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!