Friday, October 30, 2026
HomeGujaratટંકારાના ભૂતકોટડા પાસે કારની હડફેટે મોપેડ સવાર મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

ટંકારાના ભૂતકોટડા પાસે કારની હડફેટે મોપેડ સવાર મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

રોડ ક્રોસ કરતી વખતે પૂરઝડપે આવતી કારની ટક્કરથી મહિલાને માથામાં હેમરેજ અને પગમાં ફ્રેક્ચર: રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ

- Advertisement -
- Advertisement -

ટંકારાના ભૂતકોટડા ગામના ઢાળિયાથી હરિપર તરફ જવાના માર્ગે સ્વિફ્ટ કારની હડફેટે મોપેડ સવાર કંચનબેન દુબરીયા ઉવ.૫૩ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને માથામાં હેમરેજ અને પગમાં ફ્રેક્ચર થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરાયા છે. અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત મહિલાના પુત્રની ફરિયાદને આધારે ટંકારા પોલીસે સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારા ગાયત્રીનગરમાં રહેતા રાહુલભાઈ લાલજીભાઈ દુબરીયાએ ટંકારા પોલીસ મથકમાં સ્વિફ્ટ કાર રજી.નં. જીજે-૨૨-એ-૭૪૭૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગત તા.૨૬ ઓક્ટોબરના રોજ સવારે તેમની માતા કંચનબેન દુબરીયા ઉવ.૫૩ હીરો માઇસ્ટ્રો મોપેડ રજી.નં. જીજે-૩૬-સી-૬૭૯૪ લઈને ભૂતકોટડા ગામના ઢાળિયાથી હરિપર તરફ રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન મોરબી તરફથી રાજકોટ તરફ પૂરઝડપે આવતી સફેદ સ્વિફ્ટ કારના ચાલકે મોપેડને ટક્કર મારતાં કંચનબેન રોડ ઉપર પટકાયાં હતાં.

અકસ્મતમાં કંચનબેનને માથામાં હેમરેજ, પગમાં ફ્રેક્ચર અને શરીરે છોલછાલની ઇજાઓ થઈ હતી. જેથી તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. હાલ ટંકારા પોલીસે કારચાલક વિરુદ્ધ બીએનએસની કલમ તથા એમવી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!