Saturday, October 31, 2026
HomeGujaratશકત શનાળા ગામે ટ્રકની અડફેટે રાહદારી વૃદ્ધનું મોત

શકત શનાળા ગામે ટ્રકની અડફેટે રાહદારી વૃદ્ધનું મોત

લીમડા વાળી મેલડી માતાજીના મંદિર પાસે હાઇવે ક્રોસ કરતી વખતે અકસ્માત, ગંભીર ઇજાઓ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.

- Advertisement -
- Advertisement -

મોરબીના શકત શનાળા ગામે મોરબી-રાજકોટ હાઇવે ઉપર ટ્રકની અડફેટે આવેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, શકત શનાળા ગામના સવજીભાઈ અવચરભાઈ પાડલીયા ગઈકાલ તા. ૩૦/૧૦ના રોજ સવારે પોતાના નિત્યક્રમ મુજબ દર્શન કરવા ઘરેથી નીકળ્યા હતા. તેઓ લીમડાવાળા મેલડી માતાજીના મંદિર પાસેથી શક્તિ માતાજીના મંદિર તરફ જવા માટે રસ્તા પર ચાલીને જતા હતા ત્યારે મોરબી-રાજકોટ હાઇવે પર ટ્રક રજી.નં. પીબી-૬૫-એટી-૧૯૪૫ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ટ્રક હંકારી પાછળથી તેમને અડફેટે લીધા હતા. અકસ્મતમાં સવજીભાઈને કપાળના ભાગે તેમજ બંને હાથ અને બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેમના પુત્ર દિલીપભાઈ પાડલીયા સ્થળ પર પહોંચ્યા હતા અને ૧૦૮ મારફતે તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બપોરે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર દિલીપભાઈ પાડલીયાની ફરિયાદના આધારે પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!