Saturday, October 31, 2026
HomeGujaratનવલખી રોડ પરથી વિદેશી દારૂના ૨૭ પાઉચ સાથે યુવક ઝડપાયો

નવલખી રોડ પરથી વિદેશી દારૂના ૨૭ પાઉચ સાથે યુવક ઝડપાયો

લાયન્સનગરના સતનામ એપાર્ટમેન્ટ પાછળથી બી ડિવિઝન પોલીસે રૂ.૨,૭૦૦/-નો દારૂ કબજે કરી કાર્યવાહી કરી.

- Advertisement -
- Advertisement -

મોરબીના નવલખી રોડ પર લાયન્સનગર વિસ્તારમાંથી વિદેશી દારૂના ૨૭ પાઉચ સાથે એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવલખી રોડ પર લાયન્સનગરના સતનામ એપાર્ટમેન્ટ પાછળ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલી લઈને જતા સિદ્ધાર્થભાઈ ઉર્ફે ગુગુ રમેશભાઈ સારેસા ઉવ.૨૧ રહે.લાયન્સનગર મોરબી વાળાને રોકીને થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ કાઉન્ટી ક્લબ ડિલક્સ વ્હિસ્કીના ૧૮૦એમએલ.ના ૨૭ પાઉચ કિ.રૂ.૨,૭૦૦/-મળી આવ્યા હતા. આ સાથે પોલીસે દારૂ કબજે કરી પકડાયેલ આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!