હળવદ તાલુકાના ટીકર-કુડા રોડ પર જુના માલણીયાદ ગામ નજીક હનુમાનજી મંદિર પાછળ નદીના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા અજીતભાઈ માવુભાઈ રાઠોડ ઉવ.૪૪ રહે.નવા માલણીયાદ, અરવિંદભાઈ મનજીભાઈ સોલગામા ઉવ.૪૦ રહે.નવા માલણીયાદ, ભાવેશભાઈ પોપટભાઈ રાઠોડ ઉવ.૩૨ રહે.નવા માલણીયાદ, દલસુખભાઈ વિનોદભાઈ ગુંડારીયા ઉવ.૨૮ રહે.જુના માલણીયાદ અને કૃષ્ણકુમારસિંહ જાલુભા ઝાલા ઉવ.૪૮ રહે.જુના માલણીયાદને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૩૫,૨૦૦/- કબજે કરી પાંચેય સામે જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.






