Saturday, October 31, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

મોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

મોરબી, વાંકાનેર અને હળવદ પંથકમાં ચાર અલગ-અલગ બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે. જેમાં ત્રણ વ્યક્તિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે, જ્યારે સીરામીક કારખાનામાં ટ્રક અને દીવાલ વચ્ચે આવી જતાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત થતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. પ્રથમ અમૃત્યુમાં મોરબીના રવાપર રોડ પર કાયાજી પ્લોટ શેરી નં.૩માં રહેતા ભાવિકભાઈ દીપકભાઈ મલર ઉવ.૨૮ વાળાએ ગઈકાલ તા.૩૦ ઓક્ટોબરના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.

બીજા બનાવમાં બેલા રંગપર ગામે વિકોન સીરામીક કારખાનામાં માટી વિભાગમાં આઇસર ટ્રક રજી.નં. જીજે-૧૨-બીટી-૨૯૦૧ વાળું ચાલુ રાખીને જમવા ગયેલા નજીરહુશેન મનીરહુશેન અંશારી રહે. ગામ પીપળી તા.મોરબી વાળા ટ્રક પોતાની મેળે આગળ સરકતાં તેને રોકવા જતાં ટ્રક અને દીવાલ વચ્ચે આવી ગયા હતા. આ અકસ્માતમાં માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું.

જ્યારે અપમૃત્યુના ત્રીજા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની સીમમાં આવેલી વાડીમાં ભરતભાઈ છનાભાઈ ધરજીયા ઉવ.૪૦એ ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમના ભાઈ તેમને મૃત હાલતમાં હોસ્પિટલ લઈ આવ્યા હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.

આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવમાં હળવદ તાલુકાના ચરાડવા ગામના ઉત્તમભાઈ ભુપતભાઈ પઢિયાર ઉવ.૨૭ વાળા કડીયાણા ગામે આવેલા કાંધાદાદાના મંદિરની ઓરડીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ નોંધ મુજબ તેઓ શેરબજારમાં રોકાણ કરતા હતા અને નુકસાન તથા આર્થિક સંકડામણને કારણે ઉદાસ રહેતા હોવાને લઈને અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસના સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!