Sunday, November 8, 2026
HomeGujaratમોરબીમાં મૃત નવજાત બાળકીને જન્મ આપી પ્રસૂતિની પીડા દરમિયાન માતાનું મોત

મોરબીમાં મૃત નવજાત બાળકીને જન્મ આપી પ્રસૂતિની પીડા દરમિયાન માતાનું મોત

સારવાર દરમિયાન માતા અને નવજાત બાળકી બંનેના મોતથી પરિવારમાં શોકનો માહોલ.

- Advertisement -
- Advertisement -

મોરબીના પીપળી ગામે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ધારાબેન ગોહેલ અને તેમની તાજી જન્મેલી નવજાત બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ધારાબેનને ગત તા.૦૫/૧૧ના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યે તાવ અને ઠંડી લાગતાં મોરબીની આશીર્વાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાં ફરજ પરના તબીબે તપાસ દરમિયાન તેઓ ગર્ભવતી હોવાનું જણાવી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ધારાબેને મૃત નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પ્રસૂતિની પીડા દરમિયાન ચાલુ સારવારમાં તા.૦૬/૧૧/૨૦૨૬ના રોજ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના પરિવારજનો પાસેથી પ્રથમીમ માહિતી મેળવી, અ.મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!