Monday, November 9, 2026
HomeGujaratમોરબીમાં સ્કાય મોલ નજીકથી વકીલનું હોન્ડા સીબી-સાઈન બાઈક ચોરાયું

મોરબીમાં સ્કાય મોલ નજીકથી વકીલનું હોન્ડા સીબી-સાઈન બાઈક ચોરાયું

સ્ટાર આર્કેડ ખાતે આવેલી ઓફિસે ગયેલા વકીલે પૂજા વેલ્વેટ દુકાન સામે બાઈક પાર્ક કર્યું હતું, પરત ફરતા બાઈક ગાયબ જણાતાં પ્રથમ ઈ-એફઆઈઆર બાદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વાહનચોરીના બનાવની મળતી વિગતો અનુસાર, સ્કાય મોલ નજીકથી એક વકીલનું મોટરસાઇકલ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં ખેર સાંભલીની વાડી ખાતે રહેતા અને મોરબી કોર્ટમાં વકીલાત કરતા સંજયભાઈ કિશોરભાઈ કંઝારીયા ઉવ.૨૬ ગત તા.૦૫/૧૧/૨૦૨૬ના રોજ સાંજના આશરે ૭ વાગ્યે સ્ટાર આર્કેડ ખાતે આવેલી પોતાની ઓફિસે ગયા હતા. તે દરમિયાન તેમણે પોતાનું હોન્ડા સીબી સાઇન બાઈક રજી.નં. જીજે-૩૬-એન-૪૦૨૨ પૂજા વેલ્વેટ નામની દુકાન સામે પાર્ક કર્યું હતું.

ત્યારબાદ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે ઓફિસમાંથી બહાર આવીને જોતા પાર્ક કરેલું બાઈક ત્યાં જોવા મળ્યું નહોતું. જેથી આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક મળી આવ્યું ન હતું. જેથી અજાણ્યો ઈસમ હોન્ડા સીબી સાઇન મોટરસાઇકલ ચોરી કરી ગયો હોવા અંગે ઈ-એફઆઈઆર બાદ સંજયભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!