Saturday, November 14, 2026
HomeGujaratમોરબીમાં ૧૦૮ એમ્બ્યુલન્સની અચાનક બ્રેકથી મહિલા ઈએમટીને ગંભીર ઈજા

મોરબીમાં ૧૦૮ એમ્બ્યુલન્સની અચાનક બ્રેકથી મહિલા ઈએમટીને ગંભીર ઈજા

લાલપર ગામે પ્રસૂતિની ઇમરજન્સી વર્ધી પર જતી વખતે વિજય ટોકીઝ પાસે અકસ્માત; મહિલા કર્મચારીની કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી સ્વિફ્ટ કાર સાથે અથડામણ બાદ અચાનક બ્રેક મારતાં એમ્બ્યુલન્સમાં બેઠેલી મહિલા ઇમરજન્સી મેડિકલ ટેક્નિસિયન(ઈએમટી)ને માથા અને કમરના ભાગે ઈજા થઈ હતી. તપાસમાં કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર હોવાનું સામે આવતાં મહિલા કર્મચારીએ ૧૦૮ એમ્બ્યુલન્સ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. ૨૮ ઓક્ટોબરના રોજ રાત્રીના ત્રણેક વાગ્યે મોરબીની ૧૦૮ એમ્બ્યુલન્સ રજી.નં. જીજે-૩૬-જી-૦૩૧૭ ના ઈએમટી યશવંતીબેન ડાહયાભાઈ જેસાભાઈ દાફડા ઉવ.૨૨ રહે.હાલ શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ મોરબી મુળ રહે. મંડોરણા ગામ તા.તાલાળા જી.ગીરસોમનાથ અને એમ્બ્યુલન્સ ચાલક મનીષભાઈ જગદીશભાઈ પડાયા લાલપર ગામે પ્રસૂતિની ઇમરજન્સી વર્દી મળતાં જઈ રહ્યા હતા. દરમિયાન વિજય ટોકીઝ પાસે ચાર રસ્તા નજીક નગર દરવાજા તરફથી આવતી સ્વિફ્ટ કાર રજી.નં. જીજે-૧૦-ઈસી-૬૯૨૧ સાથે એમ્બ્યુલન્સ અથડાતાં ચાલક મનિષભાઈએ અચાનક બ્રેક મારતાં પાછળ બેઠેલાં યશવંતીબેન એમ્બ્યુલન્સમાં જ અથડાયાં હતાં.

આ અકસ્માતમાં તેમને માથાના ભાગે મૂંઢ ઈજા અને કમરના ભાગે ઈજા થતાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તપાસમાં કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. આ યશવંતીબેને મોરબી એ ડિવિઝન પોલીસ મથકે આરોપી એમ્બ્યુલન્સ ચાલક મનીષભાઈ પડાયા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!