Tuesday, November 17, 2026
HomeGujaratચાંચાપરના ૩૫ વર્ષીય અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત

ચાંચાપરના ૩૫ વર્ષીય અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મોત

બીમારીના કારણે ૧૦૮ મારફતે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા: રાજકોટની સરકારી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

- Advertisement -
- Advertisement -

મોરબીના ચાંચાપર ગામના આશરે ૩૫ વર્ષીય અજાણ્યા પુરુષનું બીમારીના કારણે સારવાર દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે મરણ નોંધ કરી, વાલી વારસની શોધખોળ ચલાવી છે.

મોરબી તાલુકાના ચાંચાપર ગામના આશરે ૩૫ વર્ષીય અજાણ્યા પુરુષને બીમારીના કારણે ૧૦૮ મારફતે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. રાજકોટની હોસ્પિટલના મેડિસિન વોર્ડ નં. ૧૧માં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી મૃતકની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!