Monday, November 23, 2026
HomeGujaratઇનોવા કારના રૂપિયાના વિવાદમાં થાનગઢના યુવકને મામાના ઘરે માર માર્યો, નાનીમાને જાનથી...

ઇનોવા કારના રૂપિયાના વિવાદમાં થાનગઢના યુવકને મામાના ઘરે માર માર્યો, નાનીમાને જાનથી મારી નાખવાની ધમકી

થાનગઢના બે શખ્સ સહિત ચાર સામે ટંકારા પોલીસમાં ફરિયાદ, વેપારીના મામાને ફોન પર ધમકી આપી માનસિક ત્રાસ આપતા ઝેરી દવા પી લીધી.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના સજનપર(ઘુનડા) ગામે મામાના ઘરે આવેલ થાનગઢના વેપારી યુવક ધવલભાઈ સવાડિયાને થાનગઢમાં ઇનોવા કારના રૂ.૧૭ લાખના નાણાકીય વિવાદને લઈને માર માર્યાની અને તેમના નાનીમાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અત્રેના પોલીસ મથકે નોંધાઈ છે. આ ઉપરાંત વેપારી યુવકના મામા દેવજીભાઈને પણ કારના નાણાંની ઉઘરાણી માટે વારંવાર ફોન કરી ગાળો અને ધમકી આપવામાં આવતા આ માનસિક ત્રાસથી કંટાળીને મામાએ ઝેરી દવા પી લીધી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ટંકારા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, થાનગઢની સર્વોદય સોસાયટીમાં રહેતા અને સેનેટરીવેરનો વેપાર કરતા ધવલભાઈ પ્રવિણભાઈ સવાડિયા ઉવ.૩૧ ગત તા.૧૫ નવેમ્બરના રોજ પોતાના મામા દેવજીભાઈના ઘરે સજનપર(ઘુ) ગામે આવેલા હતા. તે દરમિયાન રાત્રે આશરે સાડા નવ વાગ્યે થાનગઢના દીલીપભાઈ જગુભાઈ ગીડા, પુથુભાઈ ગીડા અને બે અજાણ્યા શખ્સો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે આરોપી દીલીપભાઈએ ઇનોવા કારના રૂ.૧૭ લાખની ઉઘરાણી કરી ફરિયાદી ધવલભાઈનો કોલર પકડી ગાળો આપી થપ્પડો મારી હતી અને આરોપી પુથુભાઈએ પણ ગાળો આપી હતી. આ દરમિયાન ફરિયાદી ધવલભાઈના નાની સવિતાબેન વચ્ચે પડતાં આરોપી દીલીપભાઈએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ધક્કો માર્યો હતો. ત્યારે સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ગાડીમાંથી ધોકા અને ફરસી જેવા હથિયાર લઈ આવ્યા હતા.

આ બબાલ દરમિયાન ફરિયાદીને મામા દેવજીભાઈ સ્થળ પર આવતાં આરોપી દીલીપભાઈએ તેમની પાસેથી રૂ.૧૫ લાખ આપવાની માંગણી કરી હતી અને નાણાં નહીં આપે તો ધવલભાઈને પોતાની સાથે મોકલી આપવા જણાવ્યું હતું. બાદમાં ચાર મહિના પછી રૂ.૭.૫૦ લાખ અને ત્યારબાદ બીજા ચાર મહિના પછી વધુ રૂ. ૭.૫૦ લાખ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવજીભાઈને ફોન પર વારંવાર ગાળો અને ધમકી આપવામાં આવતી હતી. જેથી ગત તા.૨૦ નવેમ્બરના રોજ દેવજીભાઈએ સજનપર ગામે એક વાડીમાં ઝેરી દવા પી લીધી હોવાનું અને હાલ તેમની સારવાર ચાલુ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ ધવલભાઈ સવાડિયાની ફરિયાદના આધારે આરોપી દીલીપભાઈ જગુભાઈ ગીડા, પુથુભાઈ ગીડા અને બે અજાણ્યા શખ્સો સામે ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ તથા જીપી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!