Tuesday, November 24, 2026
HomeGujaratમોરબીના નગરદરવાજા નજીક પખાલી શેરીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

મોરબીના નગરદરવાજા નજીક પખાલી શેરીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

એક સગીર સહિત તમામ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં નગરદરવાજા નજીક આવેલી પખાલી શેરીમાં જાહેરમાં ગંજીપતાના પાનાં વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની કાર્યવાહી દરમિયાન પોલીસે છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા ઉવ.૪૪, રાહુલભાઈ રમેશભાઈ ગોહેલ ઉવ.૨૭, વિમલભાઈ જયેશભાઈ ચૌહાણ, મીતરાજ કમલેશભાઈ પરમાર ઉવ.૨૦ અને જયેન્દ્રસિંહ કિરણસિંહ રાણા ઉવ.૧૯ તમામ રહે. મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૭,૦૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!