Tuesday, November 24, 2026
HomeGujaratમોરબીના વકીલના બેંક ખાતામાંથી રૂ.૯૮ હજારની ઓનલાઇન ઉચાપત

મોરબીના વકીલના બેંક ખાતામાંથી રૂ.૯૮ હજારની ઓનલાઇન ઉચાપત

ફોન-પે મારફતે અજાણ્યા ખાતામાં નાણાં ટ્રાન્સફર: બેંકનો મેસેજ કે કોલ ન આવ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨માં ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વકીલના એસબીઆઈ બેંક ખાતામાંથી રૂ.૯૮,૦૦૦/-ની ઓનલાઇન છેતરપિંડી થયાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં અજાણ્યા યુપીઆઈ આઈડી મારફતે બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનારને આ ટ્રાન્ઝેક્શન અંગે બેંક તરફથી કોઈ મેસેજ કે ફોન પણ મળ્યો ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

મોરબી-૨ના વેજીટેબલ રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા હિરેનગીરી દિલીપગીરી ગોસ્વામી ઉવ.૩૯ ને પોતાના એસબીઆઈ બેંક ખાતામાંથી રૂ.૯૮,૦૦૦/- ઓછા થયાની જાણ થઈ હતી. ગત તા. ૨૦ નવેમ્બરના રોજ તેઓ એસબીઆઈની ગ્રીન ચોક શાખામાં ગયા ત્યારે ખાતામાં બેલેન્સ ઓછું હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ મોબાઈલમાં બેંક સ્ટેટમેન્ટ તપાસતાં તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૧:૪૭ વાગ્યે ફોન-પે યુપીઆઈ આઈડી મારફતે બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ.૯૮,૦૦૦/- ટ્રાન્સફર થયાનું જાણવા મળ્યું હતું. આ અંગે તેમણે સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવ્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!