Wednesday, December 7, 2022
HomeGujaratમાળીયા(મી)ના નવાગામ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:એક શખ્સની ધરપકડ

માળીયા(મી)ના નવાગામ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ:એક શખ્સની ધરપકડ

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ દારૂ, જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પોલીસ બેડાને અવારનવાર સુચના આપવામાં આવતી હોય છે. જે અન્વયે કામગીરી કરતા દરમિયાન ગઈકાલે માળીયા મીં. પોલીસની ટીમે માળીયા મીં.ના નવાગામ પાસે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.

- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે,નવાગામથી મેઘપર જવાના રસ્તે મચ્છુ નદીના કાઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ રેઇડ કરતા મચ્છુ નદીના કાઠે ગેબનશાહ પીરની દરગાહ પાછળ નદીના કાઠે બાવળના ઝુંડમા મુસ્તાક ફતેમામદભાઇ કટીયા નામનો શખ્સ દેશી દારૂ બનાવતો મળી આવ્યો હતો. જેની પાસેથી પોલીસે રેઇડ દરમ્યાન ૫૦ લીટર ગરમ આથો, ઠંડા આથના ૨૦૦ લીટરની ક્ષમતા વાળા ૩ બેરેલમાં ભરેલ ૬૦૦ લીટર આથો તથા દેશી દારૂ ભરેલ ૧ કેન તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૫૪૦/- નો મુદામાલ કર્યો છે. અને આરોપીની અટકાયત કરી જેલ હવાલે કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!