Tuesday, April 16, 2024
HomeGujaratવાંકાનેરના આધેડ પાસેથી ૩૦ લાખના બદલે જમીન અને કાર પડાવી લેનાર બે...

વાંકાનેરના આધેડ પાસેથી ૩૦ લાખના બદલે જમીન અને કાર પડાવી લેનાર બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે લોક દરબાર પણ યોજવામાં આવી રહ્યા છે જેની પરિણામ સ્વરૂપે લોકો નીડર બનીને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં વધુ બે વ્યાજખોરો પર ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

જેની વિગત અનુસાર વાંકાનેરમાં રહેતા ઇલમુદિન હબીબભાઈ બાદી એ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપીઓ કાદરી બાપુ (રહે.વાંકાનેર) અને પ્રહલાદ સિંહ બહાદૂરસિંહ ચુડાસમા (રહે.અમદાવાદ) વાળા પાસરથી વર્ષ ૨૦૨૦માં ૩૦,૦૦,૦૦૦ રૂપિયાની રકમ ૫% વ્યાજે લીધી હતી અને માસિક રૂપિયા ૧,૫૦,૦૦૦ જેટલું વ્યાજ ચુકવવાનું થતું હતું જેના બદલામાં આરોપી પ્રહલાદ સિંહ એ ફરિયાદીની જમીન અને રૂપિયા ૧૦,૦૦,૦૦૦ ની કિમતની કાર લખાવી લીધી હતી અને છતાં પણ ઉઘરાણી કરીને ફરિયાદીને અવાર નવાર અપહરણ કરી મારી નાખવાની ધમકી આપતા અંતે આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!