Monday, November 25, 2024
HomeGujaratમાળીયા-હળવદ સ્ટેટ હાઇવે પર સુસવાવ ગામના પાટીયા નજીક ગઇકાલે સર્જાયેલ અકસ્માત અંગે...

માળીયા-હળવદ સ્ટેટ હાઇવે પર સુસવાવ ગામના પાટીયા નજીક ગઇકાલે સર્જાયેલ અકસ્માત અંગે ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાઇ

મોરબી જિલ્લામાં મોત બનીને બેફામ સ્પીડે દોડતા ટ્રકોની અડફેટે અનેક નિર્દોષ લોકો કાળનો કોળિયો બન્યા છે ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં માળીયા-હળવદ સ્ટેટ હાઇવે પર સુસવાવ ગામના પાટીયા નજીક ગઇકાલે ટ્રકે કચડી નાખતા યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે એક પરિણીતાને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરૂધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -
- Advertisement -

માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ ઉપર આવેલ સુસવાવ ગામના પાટીયા નજીક ગઇકાલે ટ્રક રજી.નં GJ 12 BW 0230 નાં ચાલકે બાઈક રજી.નં GJ 36 D 6223 ને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇશ્વરનગર ખાતે રહેતા
કૃપાલીબેન ધર્મેન્દ્રભાઇ કાલરીયા (ઉ.વ. ૨૧) તથા તેના કુટુંબી બહેન શ્રુતીબેન બંન્ને પોતાના ગામથી મેસ્ટ્રો મો.સા રજી.નં GJ 36 D 6223 વાળુ લઇને હળવદ મહર્ષી ગુરુકુલ ખાતે અભ્યાસ કરવા જતા હતા. આ દરમિયાન ટ્રક રજી.નં GJ 12 BW 0230 ના ચાલકે આડેધડ ટ્રક ચલાવી મેસ્ટ્રો ને ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કૃપાલીબેન રોડની સાઈડમાં ફંગોળાયા હતા.જેને લઈને તેઓને ડાબા પગના અંગુઠે ઇજા અને જમણાં હાથના ખંભે મુંઢ ઇજા પહોંચી હતી. વધુમાં જમીન પર પટકાયેલ શ્રુતીબેન ઉપર ટ્રક ચડી જતા તેનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક નાશી છૂટતા કૃપાલીબેને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે જેને પગલે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!