Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ નોંધાઈ

મોરબીના ઘુનડા રોડ પર જી.ઇ.બી. સ્ટેશન સામે યુવાન પાર ધોકા વડે હુમલાનો બનાવ સામે આવ્યો છે. યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના શકત શનાળા ગામે રહેતા નિતીનભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૨૪) તેના મિત્રની મજાક મશ્કરી કરતા હતા. આ વેળાએ આરોપી શ્રીપાલસીંહ ક્રુષ્ણસીંહ ઝાલા (રહે-શકત શનાળા ગામ)ને સારૂ નહી લાગતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને નિતીનભાઇને જાહેરમા ભુંડી ગાળો બોલી જાતી પ્રત્યે હડધુત કર્યા હતા એટલું જ નહીં પાવડાના હાથા વડે માર મારી ઇજા પહોંચાડી હતી.આ બનાવને લઈને નિતીનભાઇએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!