Friday, April 26, 2024
HomeGujaratમાળીયા હાઇવે રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કારચાલકને ઇજા પહોંચાડી...

માળીયા હાઇવે રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, કારચાલકને ઇજા પહોંચાડી ટ્રકચાલક ફરાર

મોરબી માળીયા હાઇવે રોડ નાગડાવાસ ગામના પાટીયા પાસે ભારત અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલકે બેફિકરથી ટ્રક ચલાવી કાર ચાલકને અડફેટે લેતા કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે ટ્રકચાલક કારચાલકને ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટયો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદ અનુસાર નાગડાવાસ ગામના રહેવાસી અને સરકારી કર્મચારી વનરાજ માવજી ડાંગર મોરબી માળીયા હાઇવે રોડ નાગડાવાસ ગામના પાટીયા પાસે દેવ પ્લાઝા -૨ ગેસ્ટ હાઉસ સામે જઈ રહ્યા હતા. ત્યારે ટ્રક (કન્ટેનર) નંબર GJ-12-BT-6668 પુર ઝડપે અને ગફલત ભરી રીતે રોન્ગ સાઇડ ચલાવી પોતાના સાઇડમા જતા કાર ચાલકને રજી નંબર GJ-36-AF-0335 ને અડફેટે લઈ માથાના ભાગે તથા બંન્ને પગના ભાગે ઇજા કરી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ અંગેની ફરિયાદ કારચાલક વનરાજ માવજી ડાંગરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!