Friday, December 27, 2024
HomeNewsWakaner“તુ અત્યારે દુકાને કેમ બેઠો છે” તેમ કહીને યુવાનને માર મારી જાનથી...

“તુ અત્યારે દુકાને કેમ બેઠો છે” તેમ કહીને યુવાનને માર મારી જાનથી મારી નાખવાના ધમકી આપતા ફરીયાદ નોંધાઈ

બે શખ્સ સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના દાતાર ટેકરી પાસે આવેલી દુકાને બેસવા બાબતે મારામારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ યુવાનને માર માર્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બે શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અખતરભાઇ આમદભાઇ મકરાણીટ (ઉ.વ.૨૨)રહે દાતાર ટેકરી પાસે વાંકાનેર વાળાએ આરોપીઓ બાવાજી મુન્નાભાઇ તથા તેનાં ભાણેજ જયેશભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૨૧ના રોજ ફરીયાદી પોતાની શેરીમા દુકાને બેઠો હતો ત્યારે આરોપીઓ દુકાને આવી ફરીયાદીને “તુ અત્યારે દુકાને કેમ બેઠો છે.” તેમ કહીને આરોપીઓએ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓ એકદમ ઉશ્કેરાય જઇ ફરીયાદીને હાથે પગે મુંઢમાર મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!