મોરબીના શ્રી સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાથીઓનો સન્માન સમારોહ યોજવામા આવશે. તા. ૨૨/૦૬/૨૦૨૫ ના રોજ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ કડીયા બોર્ડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ફ્રોમ સ્વીકારવાની છેલ્લી તા. ૧૦/૦૬/૨૦૨૫ રાખવામાં આવી છે. જેના માટે આયોજકોનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.
સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભનું આયોજન મોરબીના સામાકાંઠે કડીયા બોર્ડીંગ, મહારાણા પ્રતાપ સર્કલ ખાતે કરવામાં આવ્યું છે. શ્રી સમસ્ત કોળી ઠાકોર સમાજ વિધાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ તા. ૨૨-૦૬-૨૦૨૫ ને રવિવારનાં રોજ યોજવામાં આવશે. જેના માટે ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૧૦-૦૬-૨૦૨૫ રાખવામાં આવી છે. સમાજનાં જે કોઈ વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માગતા હોય તો વહેલાસર જાણ કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના માટે જગદીશભાઈ બાંભણીયા મો. ૯૧૦૬૫ ૧૮૧૮૯, દિનેશભાઈ સાંથલીયા -મો. ૯૮૭૫૦ ૧૪૧૫૫, અજયભાઈ વાઘાણી -મો. ૯૯૦૯૮ ૪૧૧૦૦ અને રાજેશભાઈ છેલાણીયા મો. ૯૦૩૩૧ ૫૬૬૬૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.