Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી પાસેથી સાડા ત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે યુવતીને ઝડપી લેતી...

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી સાડા ત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે યુવતીને ઝડપી લેતી મોરબી એસઓજી

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગાંજાના જથ્થા ની હેરાફેરી કરતી યુવતી ને મોરબી એસઓજી દ્વારા પકડી પાડવામાં આવી છે. ત્યારે યુવતી પાસેથી ત્રણ કિલો જેટલો ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ એસઓજી ની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઠીકરીયાળા ગામના પાટીયા પાસેથી કરીમાં સાગર કાળુ નાઘોણા (ઉંમર વર્ષ ૨૫, હાલ રહે ચોટીલા સપના હોટલ પાછળની વૃંદાવન સોસાયટી બાજુમાં મૂળ રહે  પશ્ચિમ બંગાળ) વાળી યુવતીને પાસ પરમિટ કે આધારપુરાવા વગર ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૩ કિલો અને ૫૦૦ ગ્રામ જેની કિમંત રૂપિયા 35,000 નો સાથે રાખી હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઓપો કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5000 તથા ખાલી પ્લાસ્ટિકનો થેલો આમ કુલ 40,000 ના મુદ્દા માલ સાથે એન.ડી.પી.એસ. એક્ટ 1985 ની કલમ 8 સી,20 બી મુજબ મહિલાની અટકાયત કરવામાં આવી છે ઉપરાંત તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!