Friday, May 17, 2024
HomeGujaratમાળીયા (મી)ના નવાગામની સીમમાથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા (મી)ના નવાગામની સીમમાથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

માળીયા મીં. પોલીસે નવાગામની સીમમા ગેબનશાહપીરની દરગાહ પાસેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે જામગરી બંદુક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, નવાગામની સીમમા ગેબનશાહપીરની દરગાહ પાસે એક શખ્સ પોતાના નેફામાં જામગરી બંદુક લઇ ફરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી અસરફભાઈ સાઉદિનભાઈ (રહે.હાલ ખીરઈ ગામ તા.માળીયા મીં. જી.મોરબી મુળ ગામ-નવાગામ તા.માળીયા મીં. જી.મોરબી) નામના શખ્સને રૂ.૩૦૦૦/-ની કિંમતની જામગરી બંદુક સાથે પકડી પાડી જીલ્લા મેજિસ્ટ્રેટનાં હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા જેલ હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!