Wednesday, August 5, 2026
HomeGujaratવિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય રમતોનું...

વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય રમતોનું આયોજન

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ- દુર્ગાવાહિની/માતૃશક્તિ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા, ભારતીય સ્પર્ધાત્મક રમતો અને બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૧૨૦થી વધુ બહેનો અને માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની/માતૃશક્તિ દ્વારા સતવારા જ્ઞાતિ વાડી વાઘપરા ખાતે જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે હિન્દુ પરંપરા અનુસાર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાસ-ગરબા ઉપરાંત ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વિવિધ સ્પર્ધાત્મક રમતો યોજાઈ હતી, જેમાં ૫૦થી વધુ દુર્ગાઓ તેમજ અંદાજે ૭૦ બહેનો અને માતાઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ દુર્ગાવાહિનીની સમાજસેવા, સંસ્કૃતિ અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે બૌદ્ધિક યોજી ઉપસ્થિતોને સંગઠનના ધ્યેય અને કાર્યથી માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!