મરાબીમાં ઘરફોડ અને લૂંટના બનાવો વધી રહ્યાં છે. ત્યારે મોરબી તાલુકાના ટીબડી પાટીયા પાસે આવેલ રામેશ્વર કાંટા પાસે પાર્ક કરેલ એક ટ્રકમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ મોબાઈલ ચોરી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ટીબડી પાટીયા ગણેશ નગર સોસાયટી ખાતે રહેતા કૈલશભાઇ શંકરલાલ બિસ્નોઈ નામના યુવકે પોતાની RJ-07-GD-8364 નંબરની ટ્રકના કેબીનમા પોતાનો રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનો વીવો કંપનીનો VIVO- Y75 (8+ 12.5) નો મોબાઈલ મૂકી પોતાનું ટ્રક ટીબડી પાટીયા પાસે આવેલ રામેશ્વર કાંટાની બાજુમા આવેલ શ્રી રામ પ્લાઝા મા આવેલ ભનવાલ થ્રેટ કેરીયર ટ્રાનપોર્ટની ઓફસના પાર્કિંગમા પાર્ક કરેલ હોય અને તેઓ બહાર ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.