લતીપર ચોકડીના ખખડધજ રસ્તા પર ચાલી જો ખ્યાલ આવે તો તાત્કાલિક યોગ્ય કરાવવા ઋષિ ભુમીના વાસીની માંગ
ટંકારા તાલુકાના જબલપુર ગામે મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતની સ્થળ તપાસ કરી હતી. રાત્રિસભા અંતર્ગત લોકોના પ્રશ્નોનો મુખ્યત્વે સ્થળ પર જ નિકાલ કરાયો હતો. જે પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરી શકાય તેમ ન હોય તેવા પ્રશ્નોનો નિયત સમમર્યાદામાં નિકાલ કરવા કલેક્ટરશ્રી સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. વહીવટી તંત્રના મહેસૂલી, આરોગ્ય, ખેતી, પંચાયત વગેરે વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને વિવિધ જન કલ્યાણની યોજનાઓની માહિતી આપી હતી.
આ તકે ડેપ્યુટી કલેકટર ઝાલા, ટંકારા મામલતદાર કેતન સખિયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ કામરીયા સટાફગણ શાળાના આચાર્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા લતીપર ચોકડીના ઓવરબ્રિજ નીચે રોડ ખખડધજ હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ગત રાત્રી સમામા આવેલ જીલ્લા કલેકટર ને ગાડીમાં સવાર થઈને ખ્યાલ આવ્યો હોય તો આ પશ્રને તાત્કાલિક યોગ્ય કરવા ટંકારાવાસીની માંગણી છે.