Monday, June 8, 2026
HomeGujaratમોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ તોલાના ચેઇનની ચીલઝડપ, માસ્કધારી શખ્સ ફરાર

મોરબીમાં મહિલાના ગળામાંથી દોઢ તોલાના ચેઇનની ચીલઝડપ, માસ્કધારી શખ્સ ફરાર

ડી-માર્ટથી પરત ફરતી વખતે ખાટકીવાસ નજીક ધૂમ સ્ટાઇલ બાઇક પર આવેલા શખ્સે ચીલઝડપને અંજામ આપ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ખાટકીવાસ નજીક એક્ટિવા ઉપર જઈ રહેલી મહિલાના ગળામાંથી અજાણ્યા બાઇકચાલકે દોઢ તોલાનો સોનાનો ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો. નંબર પ્લેટ વગરના ધૂમ સ્ટાઇલ બાઇક પર આવેલા માસ્કધારી શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોરબી શહેરમાં ચીલઝડપની વધુ એક ઘટના સામે આવી છે. શનાળા રોડ સત્યમ પાન વાળી શેરી ભક્તિનગરમાં રહેતા અને ઘડિયાળના કારખાનામાં નોકરી કરતા ભાવેશભાઈ વિનુભાઈ મહેતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૪ જૂનના રોજ તેઓ તેમના પત્ની શીતલબેન તથા બંને દીકરીઓ સાથે બે અલગ અલગ એકટીવામાં ડી-માર્ટ ખાતે ખરીદી કરવા ગયા હતા. ખરીદી પૂર્ણ કરી સાંજના પોણા પાંચેક વાગ્યે પરત ફરી રહ્યા હતા ત્યારે ભાવેશભાઈ એક્ટિવા ચલાવતા હતા અને પાછળ તેમના પત્ની બેઠા હતા, જ્યારે બંને દીકરીઓ અલગ એક્ટિવા પર પાછળ આવી રહી હતી. તે દરમિયાન સામાકાંઠેથી મોરબી તરફ આવતા ગેસ્ટ હાઉસ રોડ ખાટકીવાસ નજીક પાછળથી ધૂમ સ્ટાઇલનું બ્લુ કલરનું નંબર પ્લેટ વગરનું બાઇક લઈને આવેલ અજાણ્યો શખ્સ કે જેને માથા પર ટોપી, મોઢા પર માસ્ક અને કાળા કપડા અને આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના મજબૂત બાંધાના શખ્સે શીતલબેનના ગળામાં પહેરેલ આશરે દોઢ તોલાનો સોનાનો ચેઇન કિ.રૂ.૧.૭૫ લાખ, આંચકો મારી ઝૂંટવી લઈને બાઇક પર ફરાર થઈ ગયો હતો.

બનાવ બાદ ફરિયાદી તથા તેમની દીકરીઓએ શખ્સનો પીછો કર્યો હતો, પરંતુ આરોપી બેઠા પુલ થઈ સામાકાંઠા તરફ પૂરપાટ ઝડપે નાસી છૂટ્યો હતો. બનાવમાં કોઈને ઇજા પહોંચી નહતી. બાદમાં ફરિયાદી સામાજિક કામસર બહારગામ જતા તાત્કાલિક ફરિયાદ નોંધાવી શક્યા ન હતા. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા બાઇકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!