મોરબી: મોરબીવાસીઓ માટે પર્યાવરણને અનુકૂળ અને સ્માર્ટ સવારીનો એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ “VIPULA e-bike” ના ભવ્ય શોરૂમનું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે. “નવી શરૂઆત, નવી રાઇડ્સ, ક્લીન ફ્યુચર, સ્માર્ટ ફ્યુચર” ના મંત્ર સાથે આવી રહેલો આ શોરૂમ મોરબીના લોકોને ઇલેક્ટ્રિક મોબિલિટીનો એક નવો અનુભવ કરાવશે.
સ્થળ: “દરિયાલાલ ચેમ્બર”, કમલમ કાર્યાલય પાસે, ભક્તિનગર ઓવરબ્રિજ, શનાળા રોડ, મોરબી.
આ શુભ પ્રસંગે ગ્રાહકોને આવકારવા માટે આમંત્રક તરીકે વિપુલભાઈ જસ્મતભાઈ પડસુંબિયા, કૌશિકભાઈ પ્રભુભાઈ પડસુંબિયા, અને અભિજીતસિંહજી જયવંતસિંહજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ મોરબીના અગ્રણી વ્યવસાયો જેવા કે શ્રી રામ ટ્રેડર્સ, પિતૃ કૃપા ડેવલપર્સ, વોડાફોન આઈડિયા સ્ટોર, અભિ વિઝન GTPL કેબલ નેટવર્ક, અક્ષર કાર એક્સેસરીઝ અને પટેલ ટાયર ઝોન તરફથી આ નવી શરૂઆત માટે બેસ્ટ વિશિશ પાઠવવામાં આવી હતી.
“ચાલો સાથે મળીને સ્વચ્છ અને સ્માર્ટ ભવિષ્ય તરફ એક ડગલું આગળ વધીએ.” મોરબી અને આસપાસના વિસ્તારના તમામ પ્રગતિશીલ નાગરિકો આ ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, મહાનગરપાલિકા ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા પુષ્પરાજસિંહ, દંડક જયેશભાઇ દેસાઈ, તથા રાધવજીભાઈ ગડારા, જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, શહેર મહામંત્રી નિર્મલ જારીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પધારેલ સર્વો ને આયોજકો દ્વારા રોપા વિતરણ કરી પર્યાવરણ બચાવવા માટે નો અનોખો સંદેશ આપી જાગૃતી લાવવાનો મેસેજ આપવામા આવ્યો હતો.






