Friday, January 3, 2025
HomeGujaratમોરબી તાલુકામાંથી વધુ ત્રણ બાઈક અને હળવદમાંથી એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ...

મોરબી તાલુકામાંથી વધુ ત્રણ બાઈક અને હળવદમાંથી એક બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ

પોલીસે બાઈક ચોર ગેંગને 16 ચોરાઉ બાઈક સાથે દબોચી લીધા બાદ મોરબી તાલુકામાંથી વધુ ત્રણ બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત હળવદમાંથી પણ એક બાઇકની ચોરી થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મૂળ જામનગરના ધ્રોલ પંથકના અને હાલ મોરબીના લાલપર વર્ધમાન હોટલ નજીક રહેતા સરદભાઇ હરીલાલ પરમારનું મહીન્દ્રા કંપનીનુ સેંન્ચુરો રજી નં- GJ.10.CJ.5564 બાઈક કિ,રૂ,૨૦,૦૦૦ તથા સાહેદોના હીરો ડીલક્સ GJ.05.FK.4341 વાળુ કિ,રૂ,૨૦,૦૦૦ તેમજ હીરો સ્પલેન્ડર પ્લસ નં-GJ.03.LK 0703 કિ,રૂ,૨૦.૦૦૦ મળી કુલ કિ.રૂ,૬૦,૦૦૦ સહિતના ત્રણ બાઇકની ચોરી કર્યાની ગૌતમભાઈ ટપૂભાઈ ડાભી રહે, થાનગઢ, વિકાશભાઈ ભરતભાઈ પનારા રહે, થાનગઢ તથા રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે. તા.થાનગઢવાળા સામે ફરિયાદ નોંધાવી છે. બાઈક ચોર થાનગઢ પોલીસમાં પકડાયેલ હોવાનું જણાવ્યું છે. જેને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં હળવદ રેલવે સ્ટેશન નજીકથી બેન્ક ઓક બરોડાની બાજુમાંથી પરેશભાઇ નારણભાઇ ગડારાના હિરો હોન્ડા પેસન પ્રો મોટર સાઇકલ જેના રજીસ્ટર નંબર GJ 10 BC 2535 કિમત રૂપીયા ૨૦,૦૦૦ ની કોઈ અજાણ્યું ઈસમ ચોરી કરી હંકાલી જતા ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!