Tuesday, November 19, 2024
HomeGujaratમાળીયા(મી)માં વૃધ્ધ પર દીવાલ પડતા સારવાર દરમિયાન મોત

માળીયા(મી)માં વૃધ્ધ પર દીવાલ પડતા સારવાર દરમિયાન મોત

માળીયા (મી)નાં મેઘપરમાં રહેતા ૬૨ વર્ષીય જેસંગભાઇ ટપુભાઇ ડાંગર નામના વૃધ્ધ ગઈકાલે સવારે ૦૬.૫૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અચાનક દીવાલ પડતા તેઓ દીવાલ નીચે દટાયા હતા. જેને કારણે તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પ્રાથમિક સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ફરજ પર હાજર ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે જ્યારે માળીયા (મી) પોલિસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!