મોરબી તાલુકાના શક્તિનગર-રંગપર ગામે ૨૬ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર એસિડ પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં રાજકોટમાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજતા ૫ વર્ષીય દીકરો માતા વિહોણો બન્યો હતો. હાલ તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના શક્તિનગર-રંગપર ગામે રહેતા ભક્તિબા રાજદીપસિંહ ઝાલા ઉવ.૨૬એ ગત ૩૦ જૂનના રોજ સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. જેથી તુરંત ગંભીર હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે રાજકોટમાં સારવાર દરમિયાન ૨ જુલાઈએ તેમનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ભક્તિબાના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને તેમને પાંચ વર્ષનો એક પુત્ર છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મૃત્યુના બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હાલ મોરબી તાલુકા પોલીસે મરણ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






