હળવદ તાલુકાના સુખપર (શક્તિનગર) ગામ પાસે આવેલ કેનાલમા અકસ્માતે ખાબકતા યુવાનનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. હળવદના કવાડિયા ગામે રહેતા સુરેશભાઇ ધારૂભાઇ શિહોરા નામના ૨૮ વર્ષીય યુવન ગઈકાલે સુખપર (શક્તિનગર) ગામ પાસે આવેલ કેનાલમા અકસ્માતે પાણીમા પડી ગયા હતા જેમાં કેનાલના જળ પ્રવાહમાં ડુબી જતા તેનું મોત નિપજતું હતું જેના મૃતદેહને હળવદ સરકારી દવાખાને ખસેડાયો હતો આ અંગે પોલીસે મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.