ટંકારામાં વધુ એક અકાળે મોતનો બનાવ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યો છે. જેમાં ટંકારાના એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના નસીતપર ગામ ખાતે આવેલ મેશભાઇ ટપુભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પ્રેમસીંગ મુકામસીંગ ડોડવા નામના યુવક ગત તા.૦૬/૦૨/૨૦૨૩ ના બપોરના ત્રણેક વાગ્યેની આસપાસ વાડીએ હતો. ત્યારે કોઇ કારણસર ઝેરી દવા પી સ્થાનિકો દ્વારા તેને પ્રથમ સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખસેડવામાં આવ્યો હતો. જે બાદ વધુ સારવાર માટેબ મંગલમ હોસ્પિટલ મોરબી અને એ બાદ રાજકોટ સરકારી હોસ્પીટલમા બેભાન હાલતમા સારવારમા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને ઇમરજન્સી વોડૅમા દાખલ કરવામાં આવ્યો હતો. જેનુ ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડો.રેન મકવાણા એ જોઇ તપાસી મરણ ગયેલનુ જાહેર કરેલ હતું. અને ટંકારા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવેલ હતી.