Monday, November 23, 2026
HomeGujaratમોરબીની ઉમા સોસાયટીમાં કાર પાર્કિંગના મનદુઃખમાં યુવકનું અપહરણ કરી માર માર્યો

મોરબીની ઉમા સોસાયટીમાં કાર પાર્કિંગના મનદુઃખમાં યુવકનું અપહરણ કરી માર માર્યો

સામાકાંઠે ઋષભ સોસાયટીના ફ્લેટમાં લઈ જઈ ચામડાના પટ્ટા અને ખાલી પ્લાસ્ટિકની બોટલથી હુમલો: ટંકારાના મોટા રામપરના બે ભાઈ સામે ફરિયાદ.

- Advertisement -
- Advertisement -

મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી ઉમા સોસાયટીમાં કાર પાર્ક કરવા બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખી બે ભાઈઓએ એક યુવકનું કારમાં અપહરણ કરી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવકને સામાકાંઠે આવેલી ઋષભ સોસાયટીના ફ્લેટમાં લઈ જઈ ચામડાના પટ્ટા અને ખાલી પ્લાસ્ટિકની બોટલ વડે માર મારવામાં આવ્યો હતો. આ મામલે ટંકારા તાલુકાના મોટા રામપરના બે ભાઈઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી સાગરભાઈ રાયધનભાઈ જારીયા ઉવ.૩૨ રહે. ઉમા સોસાયટી દલવાડી સર્કલ પાસે મોરબી વાળાના જણાવ્યા મુજબ, ગત તા.૨૦ નવેમ્બરના રોજ રાત્રે તેઓ ઘરે હતા ત્યારે સિદ્ધરાજસિંહ ઝાલા સાથે કાર પાર્ક કરવા બાબતે મનદુઃખ થયું હતું. ત્યારબાદ સિદ્ધરાજસિંહ તેમને પોતાની સફેદ જીપ કંપાસ કારમાં બેસાડી સનાળા ચોકી પાસે લઈ ગયો હતો, જ્યાં તેનો ભાઈ રવીસિંહ પણ કારમાં બેઠો હતો. બંને ભાઈઓએ કારમાં જ સાગરભાઈને માર માર્યો હતો અને ત્યારબાદ સામાકાંઠે આવેલી ઋષભ સોસાયટીના ફ્લેટમાં લઈ જઈ રવીસિંહે ચામડાના પટ્ટા વડે વાસાના ભાગે ચારથી પાંચ ફટકા માર્યા હતા તેમજ ખાલી પ્લાસ્ટિકની બોટલ વડે પણ માર માર્યો હતો.

બાદમાં રાત્રિના આશરે ૧૧ વાગ્યે બંને ભાઈઓ સાગરભાઈને કારમાં બેસાડી તેમના ઘર તરફ લઈ જતા હતા ત્યારે મિત્રએ તેમને પોતાની કારમાં બેસાડી ઘરે પહોંચાડ્યા હતા. બીજા દિવસે શરીરમાં દુખાવો થતાં તેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આ બનાવ અંગે સાગરભાઈની ફરિયાદના આધારે પોલીસે રવીસિંહ ઝાલા અને સિદ્ધરાજસિંહ ઝાલા સામે અપહરણ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!