મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા ચંદુભાઈ હમીરભાઈ લાકડિયા (ઉ.વ.૨૮) એ આરોપી નિશાન કંપનીની કાર નં. જીજે-૧૩-સીસી-૬૪૩૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ જુનનાં રોજ બપોરનાં બે-અઢી વાગ્યા નાં અરસામાં આરોપી બેલા ગામ નજીક લોર્ડસ ઈકો હોટલ સામે પીપળી- બેલા રોડ ઉપર પોતાની કાર પુરઝડપે ચલાવીને સીએનજી રીક્ષા નં. જીજે-૩૬-યુ-૪૩૫૬ ને સામેથી ઠોકર મારી હડફેટે લઇ ફરિયાદી ચંદુભાઈને રોડ પર પછાડી દઈ અકસ્માત સર્જી ફરીયાદીને પેટના ભાગે ઈજા કરી તથા સાથેનાં આયશાબેનને ખભા પાસે મુંઢ ઈજા પહોંચાડી હતી. મોરબી તાલુકા પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.