Friday, April 26, 2024
HomeGujaratમાળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે...

માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત, એક ઇજાગ્રસ્ત

મોરબી : માળીયા (મી.) હાઇવે પર નાગડાવાસ ગામ નજીક આજે બપોરે એક અજાણ્યા વાહને કોઈ કારણોસર કાબુ ગુમાવતા બે ટ્રક અને બે કાર સાથે અથડામણ થઇ હતી. જેમાં એક ટ્રક અન્ય એક ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. તેમજ બે કાર ટ્રક સાથે ભટકાઈ હતી. આથી, બંને કારના આગળના ભાગે ખાસ્સું નુકસાન પહોંચ્યું છે. આમ, આ અકસ્માતમાં એક અજાણ્યું વાહન, બે કાર નં. જીજે-૩૬-આર-૬૪૨૪ અને જીજે-૩૬-આર-૦૪૮૭ તેમજ ટ્રક નં. જીજે-૩૬-ટી-૭૫૨૨ અને જીજે-૦૬-બીવી-૫૯૬૬, એમ પાંચ વાહનો ટકરાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સદ્નસીબે અકસ્માતના લીધે જાનહાનિના અહેવાલ નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે. તેમજ સુરજબારી પેટ્રોલિંગ IMTની ટીમ દ્વારા ક્રેન વડે વાહનોને રસ્તા પરથી ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!