Saturday, April 27, 2024
HomeGujaratમાળીયાના ખાખરેચી ગામે ફન્ટીમાંથી 120 બોટલ દારૂ અને બિયરના 120 ડબલા સાથે...

માળીયાના ખાખરેચી ગામે ફન્ટીમાંથી 120 બોટલ દારૂ અને બિયરના 120 ડબલા સાથે આરોપી ઝડપાયો

માળીયા મિયાણાં તાલુકાના ખાખરેચી ગામેથી માળીયા પોલીસે ફન્ટી કારમા ઇંગ્લીશ દારૂ તથા બીયરના ટીનની હેરાફેરી કરતા આરોપીને ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો આ દરમિયાન ખાખરેચી ગામની રેલ્વે ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં ફન્ટી કાર પસાર થઈ હતી જેને અટકાવી પોલીસે તલાશી લેતા કારમાંથી

ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવલ્સ નં -૧ બ્રાન્ડની 45 હજારની કિંમત ની ૧૨૦ બોટલ તથા ભારતીય બનાવટની કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ના 12 હજારની કિંમતના ૧૨૦ ટીનનો જથ્થો ઝડપાયો હતો જેને પગલે પોલીસે આરોપી ઈમરાન કરીમભાઈ સંધવાણી (ઉ.વ ૨૮ ધંધો ગાડીનું ગેરેજ રહે હાલ- હળવદ ફરીનગર સોસાયટી) ને દબોચી લીધો હતો. પોલીસે દારૂ, બિયરના ટીન, 40 હજારની કિંમતની મારૂતી સુઝુકી કંપનીની ફન્ટી કાર નં- GJ – 03-20-5846, વિવો કંપનીનો v2025 મોડલનો એન્ડ્રોઇડ ફોન કિ.રૂ.- ૨,૦૦૦, સેમસંગ કંપનીનો સાદો ફોન કિ.રૂ. – ૫૦૦ સહિતનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી આગળ ધપાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!