Saturday, April 20, 2024
HomeGujaratમાળીયા (મી)ના વવાણીયા ગામે પાંચ જુગારીઓને ખેલ બગાડતી પોલીસ

માળીયા (મી)ના વવાણીયા ગામે પાંચ જુગારીઓને ખેલ બગાડતી પોલીસ

માળીયા મિયાણાં તાલુકાના વવાણીયા ગામે જામેલી જુગારની મહેફીલ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ ઇસમોના રંગમાં ભંગ પડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

વવાણીયા ગામે મોટા કોળીવાસમા ધાવડી માંના મંદીર પાસે જુગારધામ ધમધમતું હોવાની પોલીસને કાને વાત પડી હતી આ બાતમીને લઈને પોલીસ તાબડતોબ દોડી ગઈ હતી જ્યાં રેઇડ કરતા જુગાર રમી રહેલ રઘુભાઇ માનશીંગભાઇ ભમ્મર, રાજુભાઇ મહાદેવભાઇ મકવાણા, મનસુખભાઇ દેવજીભાઇ રાઠોડ, સનાભાઇ દેવાભાઇ સોમાણી, મનીશભાઇ મગનભાઇ સાલાણીને પોલીસે ઝડપી લીધા હતા. જે તમામના કબ્જામાંથી પોલીસે કિ.રૂ. ૧૦૪૦૦ નો મુદામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!