પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ-કચ્છ ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શેખ ટીંબા વિસ્તારમાં આશરે રૂપિયા એક કરોડની કિંમતના પાંચ જેટલા ગેરકાયદેસર મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસની વિગતો મુજબ, જે હિસ્ટ્રીશીટરોના દબાણો દૂર કરવામાં આવ્યા તેમાં શબીર ઉર્ફે પિચ્છુ સુલતાનશા શેખ, મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર કકલ, અબ્બાસ ઈબ્રાહીમ શેખ, કાસમ ઉર્ફે ભુરો જુસબશ શેખ અને અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખનો સમાવેશ થાય છે.આ વ્યક્તિઓ સામે અગાઉ છેતરપિંડી, ધાકધમકી, ચોરી, એન.ડી.પી.એસ.
એક્ટ, જુગાર ધારા તેમજ પશુ અત્યાચાર અધિનિયમ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.પોલીસ અને વહીવટી તંત્રની આ કાર્યવાહીથી ગેરકાયદે દબાણો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આગામી સમયમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.






