Saturday, May 4, 2024
HomeGujaratમોરબી આઈટીઆઈમાં ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત વ્યવસાય કોર્ષમાં પ્રવેશ શરૂ

મોરબી આઈટીઆઈમાં ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત વ્યવસાય કોર્ષમાં પ્રવેશ શરૂ

ભારત સરકારના Skill Hub Initiative (SHI) પ્રોજેકટ અંતર્ગત MSDE/NSDC ના માધ્યમથી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે National Skill Qualification Framework (NSQF) કક્ષાના ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ટુંકા ગાળાના વ્યવસાય શરુ કરવામાં આવશે. વ્યવસાય ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક)માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ–૫ પાસ, વ્યવસાયનો સમય ગાળો ૨૫૦ કલાક છે. ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કોમ્પ્યુટર) માં પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ–૧૦ પાસ અને વ્યવસાયનો સમય ગાળો ૪૦૦ કલાક છે. આ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ છે. આઈ.ટી.આઈ. મોરબી ખાતે કોર્ષમા પ્રવેશ મેળવવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રકીયા શરૂ કરી દેવામાં આવેલ છે. વ્યવસાયોમાં તાલીમ મેળવવા માટે સરકારદ્વારા ટ્યુશન ફી નિશુલ્ક નિયત કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

ઓનલાઇન રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન આઈ.ટી.આઈ. મોરબીનો રૂબરૂ સંપર્ક કરવો તેમજ ૯૩૨૫૯૫૪૦૨૨, ૮૩૨૦૧૬૯૫૯૯ નંબર પર સંપર્ક કરવા આચાર્ય ઔધોગીક તાલીમ સંસ્થા, મોરબી દ્વારા જણાવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!