Thursday, October 10, 2024
HomeGujaratવાંકાનેરમાં વધતા કોરોના સંક્રમણને પગલે 9 એપ્રિલ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત...

વાંકાનેરમાં વધતા કોરોના સંક્રમણને પગલે 9 એપ્રિલ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

વાંકાનેરમાં કોરોના સંક્રમણ વધતા વાંકાનેર બાર એસોસિએશન દ્વારા સર્કયુલર ઠરાવ કરી આજે તા.2 થી 9 એપ્રિલ સુધી વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય કરાયો છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરમાં કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈ વાંકાનેર બાર એસોસિએશન દ્વારા સર્કયુલર ઠરાવ કરી આજે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સાથે-સાથે વકીલોને અરજન્ટ કાર્યવાહી સિવાય બિનજરૂરી પક્ષકારોને ન બોલાવી કોર્ટ કેમ્પસ છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત નામદાર કોર્ટને પણ ઉપરોક્ત સમયગાળા દરમ્યાન વકીલો અને પક્ષકારોની ગેરહાજરીમાં કોઈ કેસનો નિકાલ નહિ કરવા કે ક્રિમિનલ કેસોમાં પક્ષકારોના વોરંટ ઇસ્યુ ન કરવાની વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!