મોરબીના શનાળા રોડ ઉપર મહાદેવ નમકીન નામની દુકાન બહાર બેઠેલા ૬૫ વર્ષીય વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલ ખસેડાતા હાજર ડોક્ટરે જોઈ તપાસી વૃદ્ધને મરણ જાહેર કર્યા હતા.
મોરબીના રવાપર ઘુનડા ફ્લોરા-૧૫૮ બ્લોક નં.૬૦૧માં રહેતા પ્રાણજીવન રાઘવજીભાઈ બરાસરા ઉવ.૬૫ ગઈકાલે તા.૧૦/૦૬ના રોજ શનાળા રોડ પર છોટાલાલ પેટ્રોલ પંપ સામે આવેલી મહાદેવ નમકીનની દુકાનની બહાર બેઠા હતા. દરમિયાન તેમને અચાનક જોરદાર હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






