બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સો ઓરડી વિસ્તારમાં રામાપીરના મંદીર પાસે રહેતા ધનજીભાઇ દેવજીભાઇ જાદવ (ઉ.વ.૬૮) એ કારીબેન દેવીપુજક, લાડલી સિલેકશન દુકાનનો માણસ તેમજ એક અજાણ્યા પુરૂષ સામે ફરિયાદ નોંધાવી હતી કે , ગત તા.૧૮ ના રોજ ફરીયાદી પોતાનું બાઈક લઈને શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતા અને શાકમાર્કેટ પાછળ લાડલી સિલેકશન સામે એક મહિલા આરોપીની રેકડી સામે મોટ૨ સાયકલ પાર્ક કરતા આરોપીઓએ બાઈક લઇ જવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી તેની બાજુમાં રહેલ પુરૂષે ઢીકાપાટું તથા ચંપલ વડે મુઢમાર માર્યો હતો તેમજ આરોપીઓએ શાકભાજીની છરી મારવા જતા ફરીયાદીએ હાથમાં પકડતા જમણા હાથના અંગુઠામાં સામાન્ય ઇજા કરી અને ત્રણેય મળી ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડીવીજન પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.