Friday, March 29, 2024
HomeGujaratમોરબીના લાલપર નજીક બાઇકની ઠોકરે રોડ ક્રોસ કરતા વૃદ્ધા ઘવાયા

મોરબીના લાલપર નજીક બાઇકની ઠોકરે રોડ ક્રોસ કરતા વૃદ્ધા ઘવાયા

વાંકાનેર-મોરબી હાઇવે પર આવેલ લાલપર ગામની સ્યામ હોટલ નજીક બેફામ સ્પીડે આવતા બાઇક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા ગંભીર ઇજા થવા પામી હતી. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર લાલપર નજીક
પુર પાટ વેગે આવતી બાઈકના રજી નં- GJ03RR 3133 ના ચાલકે રોડ ક્રોષ કરી રહેલા મુક્તાબેન નામના વૃદ્ધાને અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં મુક્તાબેન પડી જતા તેને બન્ને હાથે તેમજ ડાબા પગે ફેકચર સહિત શરીરે મુઢ ઇજા થઈ હતી. અકસ્માત બાદ ચાલક બાઈક મૂકી નાશી ગયાની ઇજાગ્રસ્તના દીકરા ભાવેસભાઇ નરશીભાઇ લખતરીયા (ઉ.વ.૫૦ રહે.યોગીનગર સોસાયટી સામાકાઠે)એ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!