Friday, April 26, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાંથી ત્રણ સ્થળોએ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા

મોરબી અને વાંકાનેરમાંથી ત્રણ સ્થળોએ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા

મોરબી અને વાંકાનેર પંથકમાં ત્રણ જુદા જુદા સ્થળોએ પોલીસે દારૂ અંગે રેઇડ પાડી ત્રણ શખ્સો ને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

દારૂ અંગેના કેસની વિગત અનુસાર વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર આવેલ તાલુકા શાળા સામેથી વિદેશી દારૂની MCDOWEIIS NO1 સુપીરીયર વીસ્કીની બે બોટલ જેની કી.રૂ.૭૫૦ના મુદામાલ સાથે નીકળેલ આરોપી ઇનાયતભાઇ અયુબભાઇ પીપરવાડીયા (ઉ.વ.૨૨ રહે.લક્ષ્મીપરા,શેરી નં.૨,વાંકાનેર)ને પોલીસે ઝડપી લીધો હતો.

દારૂ અંગેના અન્ય એક કેસની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર રફાળીયા જી.આઇ.ડી.સી. શિતળામાતાના મંદિર પાસે રોડથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા રાજેશભાઇ રમેશભાઇ બાંભણવા (ઉ.વ-૨૫ રહે.રફાળેશ્વર મહાદેવ મંદિરની સામે ભરવાડ વાસ, રફાળીયા)ને અટકાવી તપાસ કરતા તેના કબજામાંથી ઈંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં. ૦૧ની ૨ બોટલ કિ.રૂ.૭૫૦ નો મુદ્દામાલ ઝડપાયો હતો.

આ ઉપરાંત મોરબી તાલુકા બેલા ગામ નજીક લોર્ડસ ઇકો હોટલ પાસેથી આરોપી અકરમ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.૨૦ રહેવાસી-મકરાણીવાસ મદીના ચોક મોરબી) મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મેકડોવેલ્સ નં.૦૧ રીસર્વ વ્હીસ્કી વિદેશીદારૂની ૦૪ બોટલ કિં.રૂ.૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!