Wednesday, January 8, 2025
HomeGujaratહળવદના નવા ઇશનપુર ગામના વૃદ્ધને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી,...

હળવદના નવા ઇશનપુર ગામના વૃદ્ધને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામના ડાયાભાઇ લવજીભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલાએ ફોન કરીને ફરિયાદીના પરિવારનું એકાદ મેમ્બર ઓછો થઇ જાય તેવી ટેલીફોનીક ધમકી આપી હતી અને આરોપી જશપાલસિંહે ડાયાભાઇ પરમારના ઘરના દરવાજે આવીને પરિવારના સભ્યો પાસે રૂપિયાની ઉઘરાણી બાબત ગાળો આપી હતી અને ડાયાભાઇના પુત્ર દિનેશભાઈને મારી નાખવાની ધમકી આપી હતી

- Advertisement -
- Advertisement -

તેમજ કોરોના રસી લેવા હળવદ આવેલ ત્યારે વેગડવાવ રસ્તે રેલ્વે ફટક પાસે આરોપી જશપાલસિંહ અને તેનો મિત્ર પાર્થે પરિવારને પૈસા બાબતે બોલાચાલી કરી પરિવારને જાનથી મારી નાખવા બાબતની ધમકી આપી હતી હળવદ પોલીસે આરોપી જશપાલસિંહ નિર્મળસિંહ ઝાલા રહે કોંઢ તા. ધ્રાંગધ્રા અને પાર્થ અશોકભાઈ લુવાણો રહે હળવદ એમ બે ઈસમો વિરુદ્ધ હળવદ પોલિસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!