મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના વધારવા તરફ જતી રેલ્વેટ્રેક ઉપર રેલ્વે ફાટક નં.૯૭ની નજીક કોઇ અજાણ્યો પુરુષ ઉવ.આશરે ૩૫ થી ૪૦ વરસનો ભુજ થી બરેલી જતી પેસેન્જર ટ્રેનની હડફેટે આવી જતા ક્પાઇ જતા મોત નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે માળીયા મી રેલ્વે સ્ટેશન માસ્તર નવીનકુમાર દ્વારા પોલીસ મથકમાં જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકની ડેડબોડીને સિવિલ હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે અજાણ્યા પુરુષના મૃત્યુ અંગે મૃતકના વળી વારસની શોધખોળ શરુ કરી હતી. હાલ માળીયા(મી) પોલીસે અ.મોત રજી.કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.